Questions? We've got you.

Read in English or Gujarati — both are provided side by side.

What is this directory?

It's an online business directory of the Mor Bhagwa Delasa community — a single place to find and connect with businesses, services, and professionals from within our own samaj.

આ ડિરેક્ટરી શું છે?

આ મોર ભગવા દેલાસા સમાજની એક ઓનલાઈન બિઝનેસ ડિરેક્ટરી છે — જ્યાં આપણા જ સમાજના ધંધા, સેવા ને વ્યાવસાયિકોને એક જ જગ્યાએ શોધી ને સંપર્ક કરી શકાય.

Who can list here?

Anyone from our community who runs a business, offers a service, works independently, or freelances. Big or small — everyone is welcome.

અહીં કોણ નામ નોંધાવી શકે?

આપણા સમાજના જે કોઈ ધંધો કરે, સેવા આપે, સ્વતંત્ર કામ કરે કે ફ્રીલાન્સ કરે — એ સૌ. નાનો હોય કે મોટો, દરેક આવકાર્ય.

Is it free?

Yes, completely free. This is a community initiative, run to help our samaj grow — not for profit.

શું આ મફત છે?

હા, તદ્દન મફત. આ સમાજસેવા રૂપે ચલાવાય છે — નફા માટે નહીં, સમાજના વિકાસ માટે.

How do I add my business?

Fill in the "Add Your Business" form with your details. When you submit, an account is created using your email, so you can come back and update your listing anytime.

મારો ધંધો કેવી રીતે ઉમેરું?

"તમારો ધંધો ઉમેરો" ફોર્મમાં તમારી વિગત ભરો. સબમિટ કરતાં તમારા ઈમેલથી એક એકાઉન્ટ બની જશે, જેથી તમે પછી ગમે ત્યારે તમારી માહિતી અપડેટ કરી શકો.

Can I list more than one business?

Yes. You can add multiple listings under the same email account.

શું હું એકથી વધુ ધંધા નોંધાવી શકું?

હા. એક જ ઈમેલ એકાઉન્ટ હેઠળ તમે એકથી વધુ ધંધા ઉમેરી શકો.

How do I edit or remove my listing?

Log in with the email you used when submitting, and you can update or delete your own listings anytime.

મારી માહિતી કેવી રીતે બદલું કે કાઢું?

જે ઈમેલથી નોંધાવ્યું હતું એનાથી લોગિન કરો — ને તમારી પોતાની વિગત ગમે ત્યારે બદલી કે કાઢી શકો.

My category isn't in the list. What do I do?

Use the "Suggest a category" option in the form. It will reach the admin, and if suitable, the category will be added.

મારી કૅટેગરી યાદીમાં નથી. શું કરું?

ફોર્મમાં "નવી કૅટેગરી સૂચવો" વિકલ્પ વાપરો. એ એડમિન સુધી પહોંચશે, ને યોગ્ય હશે તો ઉમેરાશે.

Who runs this directory?

It's run by members of our own community as a service to the samaj. There is no profit motive — the goal is simply to connect and grow our businesses together.

આ ડિરેક્ટરી કોણ ચલાવે છે?

આપણા જ સમાજના લોકો, સમાજની સેવા રૂપે. કોઈ નફાનો હેતુ નથી — બસ સૌને જોડવા ને સાથે વધવા.

Is my information safe?

Only the details you choose to submit are shown publicly. You give consent when you submit, and you can edit or remove your listing at any time.

મારી માહિતી સુરક્ષિત છે?

તમે જે વિગત આપો એટલી જ જાહેર દેખાય. સબમિટ કરતી વખતે તમારી સંમતિ લેવાય છે, ને તમે ગમે ત્યારે તમારી વિગત બદલી કે કાઢી શકો.